16. આવકારએ આજે ખૂબ ખુશ હતી. કેમ ન હોય? અસાધ્ય કહેવાતા રક્તપિત્તના રોગથી તે મુક્ત બની હતી, ડોકટરોની ટીમે તેને રોગમુક્ત જાહેર કરી હતી. ઘણાં વર્ષ સુધી પોતે આશ્રમમાં રહી સઘન સારવાર કરાવી આખરે આવા અસાધ્ય ગણાતા રોગથી મુક્ત થઈ પોતાને ઘેર જતી હતી. આખરે પોતાને ઘેર.તે ઉત્સાહથી આશ્રમની ઓફિસમાંથી બહાર નીકળી.તેને લેવા દીકરો પોતાની કારમાં આવેલો. પોતે ગઈ ત્યારે તો પતિને એક સ્કૂટર જ હતું. પોતાની સારવાર પાછળ સારો એવો ખર્ચ થઈ ગયેલો એ બદલ તે મનોમન દુઃખી હતી. આખરે આટલા વખતમાં દીકરાને ઘેર કાર પણ આવી ગઈ. મા તરીકે તે તો ખુશ થાય જ ને?તેને એમ કે ઘર