વિશ્વમાં બીજી ડિસેમ્બરને કમ્પ્યુટર લીટ્રસી ડે તરીકે ઉજવવામાં આવે છે. આજના સમયમાં કમ્પ્યુટરનું જ્ઞાન દરેક ક્ષેત્રના વ્યક્તિને હોવું ખૂબ જ આવશ્યક છે. કારણ કે, જેમ દૂધમાં સાકર ભળી જાય તેમ આજે દુનિયા દરેક ક્ષેત્રમાં કમ્પ્યુટર ભળી ચૂક્યું છે, પછી તે નોકરી હોય કે પછી વેપાર. દરેક વ્યક્તિને કમ્પ્યુટરનું જ્ઞાન હોવું ખુબ જ જરૂરી છે. મુખ્યત્વે કમ્પ્યુટર કાર્યશૈલીને ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવી છે. જેમાં સોફટવેર, હાર્ડવેર અને હ્યુમનવેરનો સમાવેશ થાય છે. ભવિષ્યમાં પણ મોટાભાગની ક્રિયાઓ ત્રણ ટેકનોલોજી પર જ આધારિત છે. આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ, રોબોટિકસ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને આ બધી વસ્તુઓના પાયામાં માત્રને માત્ર કમ્પ્યુટર જ્ઞાન જરૂરી અને મહત્વનું