શ્યામ રંગ....લગ્ન ભંગ....10

અનંત આખી રાત સવાર પડવાની રાહ જોતો રહ્યો.આખી રાત એ મનમાં ને મનમાં એ જ વિચારતો રહ્યો કે આ આરાધના ક્યા અમનના ચક્કરમાં પડી.હવે પડી તો પડી પણ જાણે આંખને , દિમાગ બધુ બંધ કરી દીધુ હોય તેવુ લાગે છે.હવે દુનિયામાં ક્યાંય શ્યામ રંગની કે ભીનાવાન ની છોકરીઓ શું આમ આરાધનાની જેમ આંખ બંધ કરીને છોકરાઓ પસંદ કરતી હશે!! જીવનસાથીની પસંદગીના કોઈ માપદંડ હોય કે નહિ??આપણા આ સમાજમાં શું છોકરી કે સ્ત્રી હોય તો રૂપાળું કે સુંદર જ દેખાવૂ આટલુ બધુ અગત્યનુ કેમ હશે? આમ તો મને ગવૅથી કહેતી હોય છે કે પોતે ભણવામાં હોશિયાર ,ને મ્યુઝિકમાં આટલુ અચિવ કર્યુ!!આમ