"કાઇપો છે!!" કુણાલ જોષીએ હર્ષોલ્લાસથી બુમ પાડી. વાર્ષિક ઉત્તરાયણની પતંગ સ્પર્ધામાં દસમી વખત તેના પ્રતિસ્પર્ધીની પતંગને કુણાલે કુશળતાપૂર્વક કાપી અને તેનું હાસ્ય હવામાં ગુંજી ઉઠ્યું. તેની રંગબેરંગી પતંગ ગર્વથી ઉપર ઊડીને તેની નિપુણતાને સાબિત કરી રહી હતી.“દેવાંગ, તું મને હરાવવાનું ફકત સ્વપ્ન જ જોઈ શકે છે. સમજ્યો?” કુણાલે ટિપ્પણી કરતા, એક રમતિયાળ પડકાર સાથે તેના પિતરાઈ ભાઈ તરફ વળ્યો. "કમસેકમ આ જીવનકાળમાં, તે શક્ય નથી, ઓકે?"જગમગતા રાજકોટના શહેરમાં મકરસંક્રાંતિ માત્ર એક ઉજવણી નહોતી - તે એક યુદ્ધનું મેદાન હતું. દર વર્ષે, સમગ્ર ગુજરાતમાંથી સ્પર્ધકો તેમના કૌશલ્યનું પ્રદર્શન કરવા માટે એકઠા થતાં અને હવા અપેક્ષાની ધાર સાથે ગુંજી ઊઠતી. કુણાલ જોશી,