ફરે તે ફરફરે - 104

  • 1.5k
  • 526

૧૦૪   દેશથી ઉખડી જવાનુ દર્દ તો સહુને થાય...અમે પણ અમરેલી છોડી ત્યારે વણજારા નહોતા કે ચાલો અંહીયા અંજળ ખુટી ગયા તો બીજે ગામ... એવી આર્થિક મજબુરી હતી ..બાપુજીની શાખ  વિના કારણે ખરડાઇ ગઇ હતી અને તેમને કંઇ સૂજતું નહોતું કે અમરેલીમાં એવું ક્યુ કામ એ કરી શકે ?બીજી બાજુ એમની તબિયત દર ચાર પાંચ વરસે આસમાની સુલતાની કરી નાખેતેવી હતી એટલે પરિશ્રમ કરી શકે તેમ નહોતા બીજી મોટા ભાઇને બહુ મોટી આશાથી પરદેશ મોકલી ને મનમાં એમ મિનારા ચણતા હતા કે દિકરો થોડા થોડા પૈસા મોકલશે  પણ એ પોતે જ સંઘર્ષ કરતો રહ્યો.. એક ખુદ્દાર જગુભાઇ લાચાર જગુભાઇ બની