૧૦૩ સવારે સાડાપાચ વાગે ઉઠીને નાહી ને સાડાછ વાગે તૈયાર થઇ ગરમ ચા બન્નેએ પોણી પોણી પીધી ને ફ્રેશ થઇ ગયા ..ત્યાં છોકરાવ તૈયાર થઇને આવી ગયા અને નાસ્તો કરવા ગયા...બ્રેડ બટર ગણીને આપે એવી આ ભીખારી હોટલમા થોડુ લુસ લુસ ખાઇ ને સાત વાગે ગાડીમા બેસી ગયા. કેપ્ટને ગુગલીના હિસાબ ની ઉપર થોડુ ઉમેરી ને જાહેરાત કરી "રાતના નવ થી દસ વાગશે હ્યુસ્ટન પહોંચતા .." કલાક બે કલાક વરસાદ નડશે પછી કોરૂકટ્ટ ....ન્યુ મેક્સીકો ના અમરોલા છોડીને હાઇવે પકડી લીધો હતો આ રાજ્ય સાવ સપાટ ઘાંસીયા મેદાનો ચારે તરફ જોયા...વાદળાઓ વચ્ચે જ્યાં પ્રકાશ પડે ત્યાં ઘાંસનો રંગ અલગ