૧૦૨ પેન્સાકોલામા આખરી સાંજે દરિયા કિનારે ફરતા હતા હું ગીત ગણગણતો હતો “દરિયા કિનારે બંગલો રે બૈઇ જો બૈઇ " લાવણી પ્રકારનુ આ ગીત કેમ યાદ આવ્યુ એ સમજાયુ નહી ...દરિયાને પેરેલલ સેંકડો બંગલાઓ વચ્ચેથી નાની નાની ગલ્લીઓમા પસાર થઇ રેતઘર બનાવતા હું અને મારો પૌત્ર ની એ આખરી સમી સાંજ મારી આંખમા પણ ખારા પાણી ભરી ગઇ.... ઇંડીયા જવાની ઘડી પણ નજીક આવી રહી હતી .સહુ આંખ છુપાવી રડી લેતા હતા..રાતના જમણમા ચીઝના વોનટોન અને આઇસક્રીમને ન્યાય આપ્યો...મારા દિકરાને દરિયા કિનારે બંગલાના હજી સપના આવે છે... “એક બંગલા બને ન્યારા..."મને શાંત સરોવર કે નદી કિનારો વધુ ગમે ,