ફરે તે ફરફરે - 100

  • 484
  • 162

૧૦૦   વોશિગ્ટનને મ્યુઝીયમો નુ શહેર કહો તો ચાલે. રાજધાની હોવાથી આમેય તેનો અલગ દબદબો છે. ન્યુયોર્કની સરખામણીમા આ યુવાન શહેર છે ...રસ્તા પ્લાનિંગ પણ સરસ આપણુ  ગુજરાતનું ગાંધીનગર જોઇલો.. છેલ્લે નેચર મ્યુઝીયમમા  સુગંધી ફુલો અને રંગરગીન ફુલોની વચ્ચે ધરાયને  બેઠા હતા ત્યાં અહીયા પતંગીયા પાર્ક પણ છે ! અમે લાઇનમા ઉભા રહી ક્લોઝ્ડ એસી પાર્કમા પ્રવેશ્યા ત્યારે મન પણ પતંગીયુ બની ગયુ. અમારી ચારે તરફ પતંગીયા ઉડતા હતા મારા પૌત્રના રંગીન કલરફુલ ટી શર્ટ ઉપર પતંગીયુ બેઠુ એ દ્રશ્ય એટલુ અદભુત હતુ કે પતગિયુ છેતરાયુ હતુ ને મારો પૌત્ર હેબતાયો હતો.....! આજે સાંજનુ દેશી ખાણુ કોઇ તિબેટીયનની હોટેલમા ખાધુ