૯૮ બપોરના હીસ્ટ્રી મુયઝીયમમા બ્રંચ કરીને આગળ વધ્યા ત્યાં એક ગેલેરી બનાવી હતી "બિયોન્ડ બોલીવુડ" તેમા આપણા હીરા હીરીઓ ના ફોટા હતા હુ શોધતો હતો હોલીવુડ હીસ્ટ્રી .આપણને એમ કે જરા ગોરીયુ ગોરાઓના નાચ નખરા જોઇ થોડા "ફ્રેશ " થઇએ પણ ક્યાય અણસાર ન મળ્યા...! બહાર નિકળી અમેરિકન ફેડરલ બેંક ઉર્ફે સરકારી ખજાના બેંક આપણી રીઝર્વ બેક સમજવાનુ...ની દિવાલોને અડી ને પસાર થઇ રહ્યા હતા ત્યારે આ ઉત્કંઠીત જીવ બોલ્યો "હેં ભાઇ આપણાથી અમેરિકાનો સોનાનો ભંડાર કેટલો દુર છે ?મને સોનાની ગંધ આવે છે " “ડેડી તમે એ વોલ્ટ ઉપર જ ચાલો છો આ રસ્તાઓ નીચે સુધી વોલ્ટ છે.