જાદુ ભાગ પમલ્હાર નીલમ નો ખાસ મિત્ર . વિનોદભાઈ જ્યારે અમેરિકાથી ભારત પરત આવ્યા ત્યારે પહેલા એ રાજકોટમાં રહેતા હતા . ત્યાં એમનો એક મોટો બંગલો છે . નીલમ અને એના નાના ભાઈ અરવિંદે બાકીનો અભ્યાસ રાજકોટમાં પૂરો કર્યો . અરવિંદ આગળ ભણવા માટે પાછો અમેરિકા ગયો અને નીલમ એના પપ્પાને આશ્રમના કામમાં મદદ કરવા લાગી . નીલમને પણ આ કામ ખૂબ ગમતું .નીલમ જ્યારે કોલેજમાં ભણતી ત્યારે એની મિત્રતા મલ્હાર સાથે થઈ . નીલમ દેખાવડી હતી એટલે બધા જ એને પસંદ કરતા . પણ નીલમને મલ્હાર ગમ્યો . મલ્હારની જીવન જીવવાની સ્ટાઇલ એને પ્રભાવિત કરતી . મલ્હાર ખુબ પૈસા