નિતુ : ૮૧(વાસ્તવ) નિતુને ઓફિસમાં ના જોઈ વિદ્યાને રોષ ભરાતો હતો. પોતાની કેબિનમાં બેઠા બેઠા હાથમાં પેન રાખી એની થ્રસ્ટ ટોબને વારંવાર દબાવી ખોલબંધ કરતી, તે સતત તેના વિશે વિચારતી હતી, "એવું તે શું કામ આવી ગયું કે હજુ સુધી નિતુ ઓફિસ નથી પહોંચી?" તેણે ફોન લઈ કૃતિનો નંબર જોયો પરંતુ ડાયલ ના કર્યો. મનમાં કંઈક વિચાર સ્ફૂર્યો અને તે બહાર આવી કરુણાના ટેબલ સામે ઉભી રહી. કરુણા તેની સામે જોઈ ઉભી થઈ ગઈ અને બોલી, "યસ મેમ.""નીતિકા ક્યાં ગઈ છે?""ખબર નહિ. આજે મારી સાથે નથી આવી.""ઓકે... કન્ટિન્યુ."કેબિનમાં પાછી આવી તેણે ફોન કાઢ્યો અને કૃતિને ફોન કર્યો. વિદ્યાનો ફોન છે એમ જોઈ એણે