પતિ-પત્ની

        ‍️‍આમ જોઇએ તો દુનિયામાં ઘણા સંબંધ છે પરંતુ છેલ્લા શ્વાસ સુધી સાથ આપતો સંબંધ માત્ર એકજ છે જે છે પતિ - પત્ની નો સંબંધ. જન્મ તો માતાપિતા જ આપે છે, ત્યારબાદ માતાપિતા ભણાવે મોટા કરે અને લગ્ન કરાવે. સંબંધોમાં માતા-પિતા, ભાઈ, બહેન, અંગત સગાવહાલા મિત્રો, પત્ની, સંતાનો જેવા અલગ અલગ સંબંધોનો સમાવેશ થાય છે. સંબંધો વિના જીવન અપૂર્ણ છે. આ સંબંધો આપણા અસ્તિત્વ અને ઓળખ માટે મહત્ત્વના છે. આપણી સાથે લોહીના સંબંધથી જોડાયેલા લોકોનું દુ:ખ આપણને રડાવી જાય છે તો તેમનું સુખ આપણા આનંદમાં વધારો કરે છે અને આપણી આંખોને હર્ષના અશ્રુઓથી ભીની કરી દે છે.