પછી તો લગભગ દરેક આંતરે દિવસે હું એમને મારી શાળાના પ્રાંગણમાં જોતી. એ, મામા અને એમના મિત્રો ક્રિકેટના કપડામાં જોવા મળતા. મને વિચાર આવ્યો કે અત્યાર સુધી નહીં ને હવે જ કેમ મને એ દેખાય છે ? કદાચ એવું પણ હોય કે હું અહીં ભણું છું એવી ખબર પડી હોય અને એેટલે એ અહીં આવતા હોય. હું એમને જોતી, અને ચાલી નીકળતી. એમની સાથે મામા હોય તો હું મામા સાથે પણ વાત ન કરતી બસ ત્યાંથી નીકળી જતી. પણ મનમાં હંમેશા એક ખુશી થતી. એમને જોઈને કંઈક અલગ જ આનંદ મળતો. આમ ને આમ દિવસો વીતતાં હતા. બેન હજી એ છોકરાને