ભાગવત રહસ્ય - 251

  • 318
  • 90

ભાગવત રહસ્ય -૨૫૧   શિવજી નું તાંડવ નૃત્ય પુરુ થયું.પછી યશોદાજીએ -શિવજીને આસન પર બેસાડ્યા છે.યશોદાજીએ દાસીને આજ્ઞા કરી,મારે તેમની પૂજા કરવી છે.વસ્ત્રો અને આભૂષણો મંગાવ્યા છે.શિવજી લેવાની ના પડે છે.”મારા ગુરૂની આજ્ઞા નથી. ચંદન પુષ્પ ચાલશે” યશોદાજી કહે છે-કે-તમે કંઇક તો લો.તમારા જેવા સંત અમારે આંગણે આવે અને જો તેમનું સન્માન ના કરવામાં આવે તો ધન સંપત્તિ શા કામનાં?તમારા માટે નહિ તો અમારા કલ્યાણ માટે તમે કંઈ લો.   શિવજી કહે છે કે-મા,મને કોઈ અપેક્ષા નથી,હું જયારે જયારે આવું ત્યારે તમારો લાલો મને આપજો. બાલકૃષ્ણલાલ ના સ્વ-રૂપને હૃદયમાં ધારણ કરી શિવજી કૈલાશધામ પધાર્યા છે. નંદગામમાં નંદજીના રાજમહેલની અંદર છે,તે