ભાગવત રહસ્ય -૨૫૦ આ બાજુ બાલકૃષ્ણલાલને ખબર પડી કે-શંકરજી આવ્યા છે –પણ મા બહાર કાઢતી નથી.....બહાર નીકળવા માટે ટે જોરથી રડવા લાગ્યા. હજાર વાનાં કર્યા છતાં લાલો શાંત થતો નથી.રડતાં રડતાં કનૈયો હાથ ઉંચા કરીને બતાવે છે-કે મારે બહાર જવું છે,પણ મા,બહાર લઈ જતી નથી.ગોપીઓ દોડતી દોડતી આવી છે,ત્રણ ચાર દિવસમાં તો બિલકુલ રડ્યો નથી,પણ આજે લાલાને થાય છે શું ? એક ગોપીએ કહ્યું-કે મા સાચું કહું,આ પેલો સાધુ ઝાડ નીચે બેઠો છે,તેના હોઠ હાલે છે,તેણે લાલાને કોઈ મંત્ર માર્યો છે,તેથી લાલો રડે છે. મા,ઘણા સાધુ જોયા પણ આવો સાધુ જોયો નથી,કોઈના સામું જોતા નથી,પાણી પણ પીતા નથી.બીજી