ભાગવત રહસ્ય - 249

  • 536
  • 218

ભાગવત રહસ્ય -૨૪૯   શિવજી મહારાજ સાધુના સ્વરૂપે લાલાજીના દર્શન કરવા યશોદાના આંગણામાં પધાર્યા છે.લોકો એમને જોઈને કહે છે-કે આ સાધારણ સાધુ લાગતો નથી,આ તો શિવજી જેવો લાગે છે.શિવજી સાધુનો વેશ લઇ સ્વ-રૂપ છુપાવે પણ શિવજીનું તેજ જાય ક્યાં ? યશોદાજી નો નિયમ હતો કે રોજ સાધુ-બ્રાહ્મણને જમાડી (ભિક્ષા આપીને) ને જમવું.દાસી મારફતે થાળીમાં ભિક્ષા (ભોજન)-શિવજીને મોકલાવી છે. દાસી શિવજી પાસે આવીને કહે છે-કે-યશોદાજીએ આ ભિક્ષા મોકલવી છે,આપ સ્વીકાર કરો અને લાલાને આશીર્વાદ આપો.   શિવજી મહારાજની આંખ બ્રહ્મ-ચિંતનમાં લીન છે, દાસીના શબ્દો કાને પડ્યા-તે સાંભળીને કહે છે-કે- “મને આવી ભિક્ષાની અપેક્ષા નથી,મારે આવી ભિક્ષા લેવી નથી,આવી ભિક્ષા માટે હું