ભાગવત રહસ્ય - 248

  • 218
  • 90

ભાગવત રહસ્ય -૨૪૮   શ્રાવણ વદ-૯ –જન્માષ્ટમીના દિવસે નંદમહોત્સવ થયો.નંદ મહોત્સવ માં શિવજી મહારાજ આવ્યા નહિ,તે સમાધિમાં છે,તેથી કૃષ્ણ-જન્મની ખબર પડી નહિ. સમાધિમાંથી જાગ્યા પછી ખબર પડી કે –પરમાત્માનો અવતાર થયો છે.શિવજીને થયું કે-હું ગોકુલમાં દર્શન કરવા જઈશ.એટલે શ્રાવણ વદ-૧૨ ના દિવસે,જોગીલીલા થઇ છે, શ્રીકૃષ્ણના દર્શન કરવા –શિવજી ગોકુલમાં પધાર્યા છે.ભાગવતમાં આ લીલાનું વર્ણન નથી,પણ અન્ય ગ્રંથોમાં આ લીલાનો વિસ્તાર કર્યો છે.સુરદાસજીએ પણ તેનું વર્ણન કર્યું છે.યોગીશ્વર શિવજી –યોગેશ્વર શ્રીકૃષ્ણના દર્શન કરવા આવ્યા છે.   યોગીશ્વર અને યોગેશ્વર તત્વથી એક જ છે,માત્ર રસ્તા જુદા છે. ભગવાન શંકર નિવૃત્તિ ધર્મનો આદર્શ બતાવે છે,શ્રીકૃષ્ણ પ્રવૃત્તિધર્મનો આદર્શ બતાવે છે. શ્રીકૃષ્ણ કહે છે-કે-નિરપેક્ષ (અપેક્ષા