ભાગવત રહસ્ય - 247

  • 256
  • 78

ભાગવત રહસ્ય -૨૪૭   નંદ મહોત્સવ રોજ કરવો જોઈએ.મનથી ભાવના કરવાની અને મનથી વૃંદાવન જવાનું. ભાવનાથી નંદ-મહોત્સવ કરવાનો.સંતો રોજ સવારે નંદ-મહોત્સવ કરે છે,તેથી તેમના મન પર દુઃખ-સુખની અસર થતી નથી.દવાથી જેમ અંગ બહેરું થાય છે-તેમ ભક્તિરસ થી મન બહેરું થાય છે.શરીર ગમે ત્યાં હોય-પણ ભાવના કરવાની કે-“હું નંદબાબાના મહેલમાં છું,યશોદાજીની ગોદમાં લાલો બેઠો છે,મરક મરક સ્મિત કરે છે.ગાયો કુદાકુદ કરે છે,ને ગોપીઓ આનંદમાં નાચે છે.ને હું સેવા કરું છું.” આવા સ્મરણથી આખો દિવસ આનંદમાં જશે અને દિવસ સુખમય થશે.   લાલાજીના કોઈ એક જ સ્વરૂપનું ધ્યાન થઇ શકતું ન હોય –તો એક એક કૃષ્ણલીલાનું ચિંતન કરવું. એવું કૃષ્ણકીર્તન કરવું,કે દેહભાન