ભાગવત રહસ્ય -૨૪૬ સનાતન ધર્મ માં “દેવો” અનેક છે,પરંતુ ઈશ્વર (પરમાત્મા) “એક” જ છે. પરમાત્માના જે પણ “દેવ” સ્વ-રૂપમાં પ્રેમ હોય તેનું “ધ્યાન” કરવાનું કહેલું છે. ભાગવતમાં ભક્તિ માટે આગ્રહ છે-પણ દુરાગ્રહ નથી.ભક્તિમાં દુરાગ્રહ આવે તો ભક્તિ છિન્ન-ભિન્ન થાય છે.પરમાત્માના કોઈ પણ “એક” સ્વરૂપનું મન જયારે -વારંવાર ચિંતન કરે એટલે મન ત્યાં ચોંટી જાય છે.અને તેથી મનની શક્તિ વધે છે. પંચમહાભૂતના બનેલા શરીરથી જીવ પરમાત્માની સેવા સર્વ સમયે કરવાને લાયક નથી.તેથી- એક “ભાવાત્મક શરીર”ની મનથી કલ્પના કરી,અને મનથી તે શરીરથી ગોકુલ,મથુરા વૃંદાવન જવાનું. ભાવના કરવાની-કે-યશોદાની ગોદમાં બાલકૃષ્ણલાલ વિરાજેલા છે,અને ગોપીઓ દોડતી જાય છે- અને લાલાના દર્શન કરે છે.એક