ભાગવત રહસ્ય - 245

  • 242
  • 80

ભાગવત રહસ્ય -૨૪૫   મહાપ્રભુજી કહે છે-કે-મથુરા અને મધુરા એક જ છે.મધુરાધિપતે અખિલમ મધુરમ. મધુ=મધ અને રા=રક્ષણ કરે છે. એટલે મધથી શરીરનું રક્ષણ કરે છે-તે. મધથી માનવ શરીરને- જે-મનુષ્ય- સાચવે તેનું શરીર મથુરા (મધુરા) બને છે. મધ બે જગ્યાએ છે.કામસુખ ને સંપત્તિમાં. આ બે વસ્તુમાં મન ફસાયેલું છે. શરીર હંમેશને માટે કોઈનું સારું રહેતું નથી,શરીરને તો-ક્ષય રોગ લાગુ પડ્યો છે.”શીર્યતે ઇતિ શરીરમ” એટલે ભલે બીજું બધું બગડે પણ મન ના બગડે તેની કાળજી રાખવાની છે.   જે મનથી ભક્તિ કરવાની છે-તે મનને બહુ પવિત્ર રાખવાની જરૂર છે.મન સાચવે તે મહાન છે. મન સતત ભક્તિ ના કરે તો કદાચ-બહુ વાંધો નહિ