ભાગવત રહસ્ય -૨૪૩ નંદબાબાને બાલકૃષ્ણની ઝાંખી થઇ છે,અને તે સ્તબ્ધ થઇ ગયા છે,નંદજી ને લાગ્યું કે -“જે બાળક સ્વપ્નમાં મેં જોયેલો તે આ જ બાળક છે” બાલકૃષ્ણ નંદબાબાને કહે છે, “બાબા તમે ગાયોની ચિંતા ના કરો,હું ગાયોની સેવા કરવા આવ્યો છું.” સ્તબ્ધતામાં નંદબાબાને દેહનું ભાન રહ્યું નથી,બાલકૃષ્ણના દર્શન કરતાં તે જડ જેવા થઇ ગયા છે.તેમને યાદ આવતું નથી કે-“ હું સૂતો છું કે જાગું છે ?કે હજુ હું સ્વપ્નમાં તો નથી ને ?” જયારે બીજી બાજુ-યશોદા મા જાગ્યા છે.પ્રકાશનો પુંજ છે,અને શ્રીઅંગમાંથી કમળની સુવાસ આવે છે. યશોદા મા અને બાલકૃષ્ણલાલની ચાર આંખ મળે છે. પરમાનંદ થયો છે. નંદબાબાની