ભાગવત રહસ્ય -૨૪૨ વસુદેવ ગોકુળમાં આવ્યા છે,યોગમાયાના પ્રભાવથી,સર્વ સૂતાં છે.ગોકુલમાં આવી-વસુદેવે શ્રીકૃષ્ણને યશોદા પાસે મૂકી અને યોગમાયાને લઇ પાછા ફર્યા.માર્ગમાં વસુદેવજી મનમાં વિચારે છે-કે-હજુ મારું પ્રારબ્ધ બાકી છે, એટલે પરમાત્માને આપી ને હું માયાને લઇને પાછો જાઉં છું.વસુદેવ યોગમાયાને ટોપલીમાં લઈને કારાગૃહમાં પાછા આવ્યા છે.માયાને લઈને પાછા આવ્યા એટલે હાથપગમાં બેડીઓ આવી,કારાગૃહના દરવાજા બંધ થયા.ફરીથી બંધન આવ્યું. ભગવાનની આજ્ઞા થી વસુદેવે બંધન સ્વીકાર્યું છે. બ્રહ્મ-સંબંધ થાય ત્યારે માયાનું બંધન તૂટે છે,પણ જો બ્રહ્મ-સંબંધ ટકાવી રાખવામાં ના આવે, ને જો-માયા સાથે ફરીથી સંબંધ થાય તો ફરીથી બંધન આવે છે. યોગમાયા રડવા લાગી.કંસને ખબર આપવામાં આવી. કંસ દોડતો આવ્યો છે.“ક્યાં