ભાગવત રહસ્ય -૨૪૦ સ્કંધ-૧૦ (પૂર્વાર્ધ)-૯ નારદજી ના ગયા પછી કંસે વિચાર કર્યો-સંત કોઈ દિવસ બોલે નહિ પણ કદાચ મારું ભલું કરવા આવ્યા હતા.તે પછી કંસ વસુદેવ-દેવકી ને કેદમાં નાખે છે,અને તેમનાં છ બાળકો ને માર્યા છે. કંસ એ અભિમાન છે,તે (અભિમાન) સર્વ ને –જીવમાત્ર ને કેદ માં નાખે છે. સઘળા જીવો આ સંસારરૂપી કારાગૃહ માં પુરાયેલા છે.આપણે બધા કેદમાં છીએ.બધાને બંધન છે. વસુદેવ-દેવકી કારાગ્રહ માં જાગે છે,આપણે બધા સૂતા છીએ. કારાગ્રહ (સંસાર) માં હોવાં છતાં જીવો જાગતા નથી. પણ ઊંઘે છે. જે જાગે છે-તેણે ભગવાન મળે છે. “જાગત હૈ સો પાવત હૈ,જો સોવત