ભાગવત રહસ્ય - 239

  • 408
  • 128

ભાગવત રહસ્ય -૨૩૯   વસુદેવજી મહા વૈષ્ણવ છે,અને વૈષ્ણવ(ભક્ત) દુઃખી થાય તો પરમાત્મા પધારે છે. વસુદેવજીને આમ માન આપવાને બદલે –કંસ-તેમને જો ત્રાસ આપે તો જ ભગવાન પ્રગટ થાય.પાપી દુઃખી થાય તો ભગવાન સાક્ષી રૂપે જુએ છે. પાપી માણસ દુઃખી થાય તો પરમાત્માને દયા આવતી નથી.તે વિચારે છે-“પાપ કર્યા છે-એટલે દુઃખી થાય છે.પાપ કરતો હતો ત્યારે તો હસતો હતો,હવે રડે છે” પણ પુણ્યશાળી ભક્ત દુઃખી થાય તે પરમાત્માથી સહન થતું નથી.   કંસ –દેવકી અને વસુદેવજીનો રથ હાંકતો હતો- તે વખતે આકાશવાણી થઇ કે- “જે દેવકીને તેના સાસરે પહોચાડવા તુ જાય છે-તે દેવકીનો આઠમો પુત્ર તને મારશે.” કંસને આ સાંભળી