જાદુ - ભાગ 4

જાદુ ભાગ ૪નીલમ મીન્ટુને એની ઓફિસમાં લઈ ગઈ . થોડીવારમાં સ્કૂલનો બેલ વાગ્યો ને રિસેસ પૂરી થઈ . બધા બાળકો પાછા પોતાના ક્લાસમાં ભણવા જતા રહ્યા .વિનોદભાઈ ની ઓફિસ ની બાજુમાં જ નીલમની ઓફિસ હતી .બધા જ બાળકો એમની ઓફિસમાં જવા તરસતા . ખૂબ સુંદર દરેક બાળકોને ગમી જાય એવી ઓફિસ . ચારે તરફ રમકડા ને દીવાલો પર મોટા મોટા કાર્ટૂન કેરેક્ટર ના પોસ્ટર . ઓફિસમાં જવા મળે એટલે ઘણા છોકરાઓ તો ખોટુ ખોટુ પણ રડતા .મીન્ટુ પણ ઓફિસ જોઈ ખુશ થયો . પણ એની ખુશી એના ચહેરા પર દેખાઈ નહીં . " બોલ કયા રમકડાથી રમીશ ? તારી ફેવરેટ