લલીતા લખણ ખોટી

લીતા લખણખોટી.લાલુ લોટવાલાની એકની એકછ વર્ષની છોકરી લીતા એક તોફાની બારક્સ હતું. શહેરની કોઈ સ્કૂલ એને ત્રણ દિવસથી વધુ રાખી શકી નહોતી.  ટૂંકી ગરદન અને બઠિયા કાનવાળા વદન નીચેનું લીતાનું બદન પણ ઘાટઘુટ વગરનું હોવાથી એને ઘડવામાં ભગવાને ઉતાવળ કરી હોવાનું લીતાની દાદી હમેંશા કહેતી..! પહેલીવાર બાલમંદિરમાં એને બેસાડી ત્યારે એની મમ્મીની સાડી ખેંચીને એ ધૂળમાં આળોટી હતી. એનો ભેંકડો સાંભળીને બહારના પગથીયે સુઈ રહેતી ભુરી કુતરી પણ એના ગલુડીયા લઈને નાસી ગયેલી..! લીતાનો હાથ પકડવા આવેલી ટીચરના હાથ પર બચકું ભરીને એણે પરચો બતાવેલો એટલે એ ખરચો પણ લાલુએ આપવો પડેલો. લીતાનું કદ જોઈ તરત જ પ્રવેશ રદ થઈ ગયેલો.   ફરીવાર