દેવા-રાકેશ ઠક્કરએમ લાગે છે કે શાહિદ કપૂર તેની રીમેક ફિલ્મ ‘જર્સી’ ની નિષ્ફળતાને ભૂલી ગયો હતો એટલે 2013 ની મલયાલમ ફિલ્મ ‘મુંબઇ પુલિસ’ ની હિન્દી રીમેક ‘દેવા’ કરી છે. વળી ‘દેવા’ ના નિર્દેશકનું આ રીમેક નહીં અલગ ફિલ્મ હોવાનું જૂઠાણું હવે પકડાઈ ગયું છે. ‘દેવા’ ટ્રેલર પરથી શાહિદની ‘કબીર સિંહ’ જેવી લાગતી હતી અને સારી કમાણીની શક્યતા વ્યક્ત થઈ હતી. ફિલ્મ રજૂ થતાની સાથે જ ખ્યાલ આવી ગયો કે ‘મુંબઇ પુલિસ’ ના નિર્દેશક રોશન એન્ડ્રુઝ પોતાની પહેલી હિન્દી ફિલ્મથી મુંબઈના દર્શકોને ખુશ કરી શક્યા નથી. આવી કામચલાઉ રીમેક ફિલ્મોને દર્શકોએ ક્યારનુંય ભાવ આપવાનું બંધ કરી દીધું છે.બધા જ જાણે છે