આસપાસની વાતો ખાસ - 15

15. એક ગોઝારી જગ્યા  અહીંથી હાઇવે પસાર થવાનો હતો. જો થઈ જાય તો ગામનાં નશીબ ઊઘડી જાય. પણ એ થઈ શકતું ન હતું. થોડા ટુકડા માટે ત્યાંની જમીન કેમેય કરી સંપાદન થઈ શકતી ન હતી.    કારણ શું? એ જગ્યા ગોઝારી  ગણાતી હતી. કોઈ દિવસે પણ ત્યાં જવાની હિંમત ન કરે એવું હતું.  એ જગ્યા વિશે જાતજાતની વાતો વહેતી રહેતી હતી. રાત્રે તો દૂરથી કેટલાકે ઝાંઝરનો  અવાજ સાંભળેલો તો કેટલાકે માણસ જેવડી આગ દૂરથી જોયેલી.  ભડકા થતા દેખાય અને ધુમાડો જરાય નહીં! ચિત્રવિચિત્ર અવાજો પણ સંભળાય. રાત્રે તો ખૂબ દૂરથી પણ બિહામણું લાગે. એ જગ્યાની ચારે બાજુ ગીચ ઝાડીઝાંખરાં હતાં.