કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 126

  • 306
  • 102

દેવાંશને ખબર જ નથી કે તેણે રાત્રે મને ફોન કરીને બોલાવી હતી... તો પછી શું તે નશામાં ધૂત હતો...??પરંતુ તેણે ડ્રીંક કર્યું હોય તેમ તો લાગતું નહોતું તો પછી તે બીજો કોઈ નશો કરે છે..?? ડ્રગ્સ કે હેરોઈન..?? ઑહ નો.."કવિશાને જરા ચક્કર આવી ગયા...શું કરવું તેની કંઈજ સમજમાં ન આવ્યું...પોતાની આસપાસ બધું જ ગોળ ગોળ ઘૂમી રહ્યું હોય તેવો અહેસાસ તેને થવા લાગ્યો...તેણે પોતાના બંને હાથ વડે પોતાનું મોં ઢાંકી દીધું અને જરા સ્વસ્થ થવાનો પ્રયત્ન કરવા લાગી....દેવાંશ તેને ઢંઢોળી રહ્યો હતો, "કવિશા વોટ હેપ્પન?? આર યુ ઓકે?? તને કંઈ થાય છે?? હું ડોક્ટરને બોલાવું??""રામુકાકા તમે જલ્દીથી કવિશા માટે થોડું