કંપની હોય કે વેપારનું સ્થળ કર્મચારીઓને ત્યાં વાતાવરણ કેવું મળે છે તેના પર અનેક વસ્તુ નિર્ભર કરતી હોય છે. જેમ કે, આનંદ ભર્યું વાતાવરણ. આનંદ શબ્દ ભાગ્યે જ કામના વાતાવરણ સાથે સંકળાયેલો છે. તેની પાછળનો વિચાર એ છે કે કાર્યસ્થળ એ એક ગંભીર સ્થળ છે, જ્યાં વસ્તુઓ પૂર્ણ થાય છે. કામમાં થોડી મજા કરવાનો સમય કોઈને મળ્યો નથી. તે બિનવ્યાવસાયિક, અનુત્પાદક અને વિક્ષેપકારક હોય છે. ખરું ને? ઠીક છે પણ તદ્દન એવું કહી શકાય નહિ. મનોરંજક વાતાવરણ હોવું એ એક મહત્વપૂર્ણ બાબત છે. આનંદદાયક વાતાવરણ કર્મચારીઓને કામ કરવા માટે એક શ્રેષ્ઠ સ્થાન પૂરું પડે છે, જેના પગલે કર્મચારીઓ વધુ વ્યવસાયિક