શ્રેષ્ઠ સંચાલનની શરૂઆત કરવી જ સૌથી મહત્વનું પાસું છે. મેનેજમેન્ટ કરવું અને શ્રેષ્ઠ મેનેજમેન્ટ કરવુંમાં ઘણો ફરક રહેલો છે. સામાન્ય મેનેજમેન્ટ કોઈ પણ વ્યક્તિ ક્રેઈ શકે છે. તેની માટે તેને નિયમોની જરૂર હોતી નથી. પરંતુ તેનાથી સંસ્થા કે કંપનીનો વિકાસ થાય તે જરૂરી નથી. જો સંસ્થા કે કંપનીનો વિકાસ કરવો હોય તો મેનેજમેન્ટ શ્રેષ્ઠ હોવું જરૂરી હોય છે. જેની માટેના નિયમો વિષે આપણે પહેલા ભાગમાં ચર્ચા કરી. હવે, આગામી દરેક ચેપટરમાં આપણે જુદા જુદા સાત નિયમો વિષે વિસ્તૃત ચર્ચા કરીશું. આ ચેપટરમાં આપણે પહેલા નિયમ કર્મચારીઓ સાથે હંમેશા આદર સાથેનું વર્તન વિષે ચર્ચા કરીશું. વર્કપ્લેસમાં આદર એ સૌથી મહત્વપૂર્ણ લક્ષણોમાંનું