પહેલા પણ વાત કરી તેમ ટેક્નોલોજીનો સતત વિકાસ થઇ રહ્યો છે. ત્યારે વ્યક્તિ પણ વસ્તુની ખરીદી કરવા માટે હવે બહાર જવાનું ટાળે છે. ખાસ કરીને વર્ષ 2020 અને 2021માં કોરોનાકાળમાં લોકોને દરેક વયસ્તુ ઘરે બેઠા મંગાવવાની આદત પડી ગઈ હતી. એટલું જ નહીં, ઘર નજીકના સ્ટોર કે મોલ કરતા વસ્તુ ઓનલાઇન વધારે સસ્તી મળી રહી છે. તે ઉપરાંત તેની રિટર્ન પોલિસી પણ ઘર નજીકના સ્ટોર અને મોલ કરતા વધારે સારી છે. ભારતની વાત કરીએ તો ઘરમાં જરૂરી કરિયાણું હોય કે પછી કપડાં વ્યક્તિ ઘર નજીકથી જ ખરીદવાનું પસંદ કરતા હતા. પરંતુ મોલ પ્રથા ચલણમાં આવી અને પછી સ્થાનિક દુકાનો કરતા