શાકનું હરણ

"આહા! તમે આ કુંડામાં શું વાવ્યું!?... કોણ મહેનત કરે? અમે તો બધું ખરીદી લઈએ. જેની પાસે પૈસા હોય એજ ખરીદી શકે હો!... આવડી મહેનત હું ન કરું!!!... કોણ સમય બગાડે!?ઝંખના પોતાના અગાસીમાં બનાવેલા નાનકડા શાકભાજીના બગીચામાંથી થોડું શાક તોડી નીચે લઈ આવતાં હતાં. બાજુમાં રહેતાં તેમના પાડોશી અમૃતા બહેન તેમના હાથમાં શાક જોઈ બોલી પડ્યાં. અમૃતા બહેન અને ઝંખના બહેનની અગાસીઓ જોડાયેલી હતી. એક બીજાની અગાસીમાં આરામથી જઈ આવી શકાય. પગથિયાં પણ એક જ બાજુથી હતાં. ઝંખના બહેન સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા. અને તેમના પતિ એક કંપનીમાં એકાઉન્ટન્ટ હતા. બાળકો બંને ભણવામાં ખૂબ હોશિયાર અને સંસ્કારી પણ. સામે અમૃતાબેનના પતિ બેંકમાં મેનેજર