ઘણા સમયથી ઈન્સ્ટાગ્રામમાં એક રિલ્સ આવતી હતી..જેમાં એક હિન્દી ઉપન્યાસ અંગે ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા હતા. નીચે કૉમેન્ટ વાંચી તો એમાં પણ બધાએ નવલકથાના ખૂબ જ વખાણ કરેલા. વાંચીને થયું જતીનભાઈ ચલો વાંચી લઈએ..તો ત્રણ દિવસની અંદર, સાત-આઠ હૃદયઘાના હુમલા, અઢળક આંસુઓ અને આજીવન મનમાં એક અમીટ છાપ છોડનારી આ નવલકથા પૂર્ણ કરી. નામ ગુનાહો કા દેવતા..લેખક ધર્મવીર ભારતી.ટૂંકમાં કહું તો આ નવલકથા લાંબાગાળે માનસિક આઘાત પહોંચાડી શકવા સક્ષમ છે..તો પોતપોતાના જોખમે વાંચવી. નવલકથા અંગે જણાવું તો આ નવલકથા આઝાદી પહેલાના સમયગાળાને દર્શાવે છે..જે સમયે જાતિવાદ એના ચરમ પર હતો. અલ્હાબામાં એક પ્રોફેસર છે, ડૉક્ટર શુકલા. જેમની પત્નીના અવસાન