બસ. નવરાત્રિ પૂરી થઈ ને ફરી ઘરે આવી શાળા - ટ્યુશન શરૂ થઈ ગયા. એક દિવસ હું શાળાએથી છૂટી અને ઘરે આવતી હતી તો મેં અમારી શાળાના દરવાજા પાસે એમને એમના મિત્રો સાથે ઉભેલાં જોયા. મને લાગ્યું કે ના એ ક્યાંથી અહીં આવે પણ મેં વળી વળીને ખાતરી કરી કે ના છે તો એ જ. પણ અહીં ક્યાંથી ? એ સવાલ સતત મારા મનમાં હતો. અને ઘરે આવી તો મામા ઘરે બેઠા હતા. નવરાત્રિ ૫ત્યા પછી મારા કાનમાં મામાના શબ્દો વારંવાર સંભળાતા હતા કે સમીરે કહ્યું ? ને મને યાદ આવ્યું કે આ નામ તો અમારા ઘરમાં વારંવાર મમ્મી દ્વારા