જીવન પથ - ભાગ 2

જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૨ કારકિર્દી અને પરિવાર વચ્ચે સંતુલન કેવી રીતે સાધવું?             આજના આધુનિક સમયમાં કારકિર્દી બનાવવામાં એટલા રચીપચી જવાય છે કે પરિવાર અને સંબંધો બાજુ પર થઈ રહ્યા છે. એક વાચકે લખ્યું છે કે મને લાગે છે કે મારા સંબંધો મારી કારકિર્દીથી પ્રભાવિત થઈ રહ્યા છે. બંનેને સંતુલિત કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ સ્થિતિમાં શું કરવું જોઈએ? મિત્ર,        ઘણા લોકો આ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. કામના દબાણમાં જો ઘણો સમય કે શક્તિ લાગે તો તે ચોક્કસપણે વ્યક્તિગત સંબંધોમાં તણાવ પેદા થઈ શકે છે. તમારી કારકિર્દી અને તમારા સંબંધ વચ્ચે સંતુલન શોધવું મુશ્કેલ હોઈ