સનત્કુમાર બોલ્યા, “દશ અંગોમાં ન્યાસ કર્યા પછી ધ્યાન ધરવું. अयोध्यानगरे रत्नचित्रसौवर्णमण्डपे। मन्दारपुष्पैराबद्धविताने तोरणान्विते।। सिन्हासनसमासीनं पुष्पकोपरि राघवम्। रक्षोमिर्हरिभिर्देवै: सुविमानगतै: शुभै:।। संस्तूयमानं मुनिभि: प्रह्वैश्व परिसेवितम्। सीतालन्कृतवामाङ्गं लक्ष्मणेनोपशोभितम्।। श्यामं प्रसन्नवदनं सर्वाभरणभूषितं। ‘દિવ્ય અયોધ્યાનગરમાં રત્નોથી ચિત્રિત એક સુવર્ણમય મંડપ છે, જેમાં મંદારનાં પુષ્પોથી ચંદરવો બનાવવામાં આવ્યો છે, તેમાં તોરણ લાગેલાં છે, તેની અંદર પુષ્પક વિમાનમાં એક દિવ્ય સિંહાસન ઉપર રાઘવેન્દ્ર શ્રીરામ બેઠેલા છે. તે સુંદર વિમાનમાં એકત્ર થઈને શુભસ્વરૂપ દેવતા, વાંદરા, રાક્ષસ અને વિનીત મહર્ષિગણ ભગવાનની સ્તુતિ અને પરિચર્યા કરે છે. શ્રી રાઘવેન્દ્રના વામભાગમાં ભગવતી સીતા વિરાજમાન થઈને તે વામાંગની શોભા વધારી રહ્યાં છે. ભગવાનનો જમણો હાથ લક્ષ્મણજીથી સુશોભિત છે, શ્રીરઘુનાથજીની કાંતિ શ્યામ