જાદુ ભાગ ૩" મીન્ટુ મને માફ કરજે હું તારી કાળજી લેવા સક્ષમ નથી . તને અહીં મૂકી જવું મને પણ નથી ગમતું પણ બીજો કોઈ રસ્તો નથી . હું તને મળવા આવતો રહીશ મારો મોબાઇલ નંબર મેં અહીં આપ્યો છે . તને કંઈ જરૂર પડે તો ફોન કરજે. મને નથી ખબર તું મારી વાત કેટલી સમજી શકે છે પણ બેટા હવે હિંમત રાખવી પડશે . પોતાનું ધ્યાન રાખજે ." વિવેક આશ્રમ ની ઓફિસ બહાર મીન્ટુને બાય કહી રહ્યો હતો ." મામા મમ્મી હવે ક્યારેય નહીં આવે ? " મિન્ટુના મોઢેથી ઘણા દિવસો પછી શબ્દ નીકળ્યા ." ના બેટા મમ્મી જ્યાં