ભાગવત રહસ્ય - 237

  • 504
  • 140

ભાગવત રહસ્ય -૨૩૭   કૃષ્ણ કથા એવી છે-કે-તે જગતને ભુલાવે છે.અનાયાસે જગતની વિસ્મૃતિ થાય છે, અને પ્રભુ સાથે પ્રેમ થાય છે.આનંદ જગતમાં નથી પણ જગતને ભુલવામાં છે. જગતમાં રહેવાનું અને જગતને ભૂલવાનું છે.સંસાર છોડીને ક્યાં જશું ? જ્યાં જઈશું ત્યાં મન સાથે આવશે-પાંચ મહાભૂતવાળું (શરીર) સાથે આવશે. સંસારને છોડવાનો નથી પણ મનમાંથી સંસારને કાઢીને સંસાર માં રહેવાનું છે. મન પરમાત્મા સ્મરણમાં તન્મય થાય તો-મનમાંથી સંસાર નીકળી જાય છે.   આ કથા માં ભૂખ તરસ ભુલાય છે.દશમ સ્કંધની શરૂઆતમાં શુકદેવજીએ,રાજાની પરીક્ષા કરી અને કહ્યું કે- રાજા આજે પાંચ દિવસથી તુ એક આસને બેઠો છે,તારે જળપાન કે ખાવું હોય તો ખાઈ લે,પછી