ભાગવત રહસ્ય -૨૩૬ સૂર્યવંશમાં છેલ્લો રાજા સુમિત્ર થયો.હવે ચંદ્રવંશનો પ્રારંભ થાય છે.ચંદ્રવંશમાં શ્રીકૃષ્ણ પ્રગટ થયા છે.અત્રિનો પુત્ર ચંદ્ર,ચંદ્રનો પુત્ર બુધ અને બુધનો પુરુરવા.પુરુરવાનો આયુ. આ વંશમાં આગળ જતાં યયાતિ નામનો રાજા થયો.ભોગો ભોગવવાથી કદી શાંતિ મળતી નથી,એ ઉપર યયાતિ રાજાનું ચરિત્ર છે,યયાતિના લગ્ન શુક્રાચાર્યની પુત્રી દેવયાની સાથે થયેલાં. એક દિવસ એવું બનેલું કે-વૃષપર્વા રાજાની પુત્રી શર્મિષ્ઠા અને શુક્રાચાર્યની પુત્રી દેવયાની –બીજી સખીઓ સાથે સ્નાન કરવા ગયેલી.સ્નાન કર્યા પછી શર્મિષ્ઠાએ ગુરુપુત્રી દેવયાનીનું વસ્ત્ર ભૂલથી પહેરી લીધું. દેવયાનીએ ઉશ્કેરાઈ ને-તેને (શર્મિષ્ઠાને) દુષ્ટ વચનોમાં ઠપકો આપ્યો. એટલે ક્રોધમાં ઉશ્કેરાઈને શર્મિષ્ઠાએ –દેવયાનીને તેનું વસ્ત્ર પાછું ના આપ્યું અને આમ તેનું વસ્ત્ર પડાવી