ભાગવત રહસ્ય -૨૩૫ ભાગવતમાં જેમ દશમ સ્કંધ છે-તેમ રામાયણમાં સુંદરકાંડ છે.સુંદરકાંડમાં હનુમાનજીને સીતાજીનાં દર્શન થાય છે. સીતાજી –એ પરાભક્તિ છે.જેમનું જીવન સુંદર થાય એને પરાભક્તિનાં દર્શન થાય છે.સમુદ્રને (સંસાર સમુદ્રને) ઓળંગીને જે જાય,ત્યારે તેને પરાભક્તિનાં દર્શન થાય.માત્ર હનુમાનજી.બ્રહ્મચર્ય અને રામનામના પ્રતાપે હનુમાનજીમાં દિવ્ય શક્તિ છે.તે શક્તિથી તે સમુદ્રને ઓળંગે છે. સમુદ્ર ઓળંગે એટલે પહેલાં રસ્તામાં “સુરસા” (સારા રસો) મળે છે.સુરસા ત્રાસ આપે છે. નવીન રસ લેવાવાળી વાસનામય જીભ (ઇન્દ્રિયો) એટલે જ સુરસા. જેને સંસાર-સમુદ્ર ઓળંગવો હશે –તેણે- જીભને (ઇન્દ્રિયોને) મારવી પડશે-વશ કરવી પડશે. હનુમાનજીએ સુરસાનો પરાભવ કર્યો છે. મનુષ્યને સુખ આપનાર ,જીવનને સુંદર બનાવનાર સંપત્તિ નથી-પણ સંયમ છે.