ભાગવત રહસ્ય - 234

  • 220
  • 66

ભાગવત રહસ્ય -૨૩૪   યૌવનમાં જ વનવાસની જરૂર છે.વનવાસ વગર જીવનમાં સુવાસ આવશે નહિ.સાત્વિકતા આવશે નહિ.વનવાસ વગર –વાસનાનો વિનાશ થતો નથી. વનમાં રહેવાનું એટલે વિલાસીના સંગમાં નહિ રહેવાનું.વિલાસી લોકોથી દૂર જવાનું છે-દૂર રહેવાનું છે. ગૃહસ્થના ઘરમાં ભોગના પરમાણુઓ ફરે છે.ભોગ ભૂમિમાં ભક્તિ બરોબર થતી નથી.વધારે નહી તો મહિનો-કે-થોડા દિવસો –કોઈ પવિત્ર નદીના કિનારે કે પવિત્ર જગાએ રહેવું જોઈએ.કે જ્યાં હું ને મારા ભગવાન-ત્રીજું કોઈ નહિ. ત્રીજો આવે તો તોફાન થાય છે.   વનવાસ મનુષ્યના હૃદયને કોમળ બનાવે છે,વનવાસમાં ખાતરી થઇ જાય છે-કે-ઈશ્વર સિવાય મારું બીજું કોઈ નથી.અરણ્યકાંડ આપણને બોધ આપે છે-કે-ધીરે ધીરે સંયમને વધારી વાસનાનો વિનાશ કરો. ઉત્તમ સંયમ-- એ