ભાગવત રહસ્ય -૨૩૩ લવ-કુશ ,અયોધ્યામાં કથા કરી અને પાછા આશ્રમમાં આવ્યા છે. અને મા સીતાજીને બધી વાત કરે છે.અને પૂછે –છે-કે- મા,યજ્ઞમાં -રાજા રામની પાસે તારા જેવી જ સોના ની મૂર્તિ હતી.મા, રાજા રામ તારી મૂર્તિ પાસે કેમ રાખે છે ?માતાજીએ આ સાંભળ્યું, અને તેમને ખાતરી થઇ કે-“મારા રામજીએ મારો ત્યાગ કર્યો નથી,મારો ત્યાગ કર્યો હોય તો મારી મૂર્તિ શા માટે પાસે રાખે ? કલંક દૂર કરવા માટે –તેમણે મારો ત્યાગ કર્યો છે,મનથી નહિ.” જાનકીજી (સીતાજી)એ જીવનમાં ઓછાં દુઃખો સહન નથી કર્યા.આવાં સીતાજીની માતા કોણ થઇ શકે ? રામજી જેવા પુરુષને જન્મ આપનાર કૌશલ્યા જેવાં માતા