ભાગવત રહસ્ય - 230

  • 264
  • 82

ભાગવત રહસ્ય -૨૩૦   સીતાજી તે વખતે બોલ્યા છે-તુ આ શું માગે છે ? તુ આવું વરદાન માગે તે યોગ્ય નથી, વેરનો બદલો તુ વેરથી આપવા માગે છે ? વેરનો બદલો તો પ્રેમથી આપવાનો હોય. અપકારનો બદલો ઉપકારથી આપે તે સંત.અપમાનનો બદલો માનથી આપે તે સંત. ચારિત્ર્ય એ જ સંતોનું ભૂષણ છે.શ્રેષ્ઠ પુરુષોનો ધર્મ છે-કે- કોઈ પાપી હોય કે પુણ્યાત્મા હોય-અથવા તો તે વધને યોગ્ય અપરાધવાળો કેમ ના હોય-પણ તે સર્વ ઉપર દયા કરે. કારણકે-એવું કોઈ પણ પ્રાણી નથી,કે જેનાથી કોઈ અપરાધ થતો જ ના હોય.   એક પારધી જંગલમાં ગયો.ત્યાં પારધી પાછળ એક વાઘ પડ્યો,જીવ બચાવવા પારધી ઝાડ પર