ભાગવત રહસ્ય - 229

  • 110

ભાગવત રહસ્ય -૨૨૯   સીતાજી દોડતાં ,કૌશલ્યા પાસે ગયાં છે.કહ્યું-કે એમની આંખ ઉઘાડી,મોઢું ઉઘાડું, હાંફતા હોય તેવું દેખાય છે,કંઈ બોલતા નથી અને સૂતા પણ નથી. કૌશલ્યા કહે છે-કે-કોઈ રાક્ષસની નજર તો લાગી નથી ને ? વશિષ્ઠજીને બોલાવ્યા. વશિષ્ઠજી સમજી ગયા છે,આજે ભગવાનના કોઈ લાડીલા ભક્તનો અપરાધ થયો હશે. ભક્તનું અપમાન થાય કે ભક્ત દુઃખી થાય તો ભગવાનને નિંદ્રા આવતી નથી.   વશિષ્ઠજીએ પૂછ્યું-કે આજે કંઈ ગરબડ તો નથી થઇ ને ? સીતાજી કહે છે-કે-હનુમાનજી માટે કોઈ સેવા રાખી નહિ,તેથી આમ બન્યું હોય.હનુમાનજીની સેવા ગઈ- ત્યારથી તેમણે ભોજન પણ બરાબર કર્યું નથી.અને હનુમાનજી ને ચપટી વગાડવાની સેવા આપી છે-તેનો આખો પ્રસંગ