ભાગવત રહસ્ય -૨૨૮ પુષ્પક વિમાન પ્રયાગ રાજ પાસે આવ્યું છે.ભરતજીએ આપેલી ચૌદ વર્ષની અવધિનો આજે છેલ્લો દિવસ છે.રામજી કહે છે-કે-ભરતજીને હું પરત આવું છું તેની ખબર નહિ પડે તો તે પ્રાણ ત્યાગ કરશે.હનુમાનજીને ભરતજીને ખબર આપવા સહુથી આગળ જવા માટે આજ્ઞા કરી છે.હનુમાનજી ભરત પાસે આવ્યા છે.ભરતજી રામજીની પાદુકાનું પૂજન કરી રામનામનો જાપ કરે છે.હનુમાનજી કહે છે-કે-ભરતજી,રામજી પધારે છે. વિમાન અયોધ્યા પાસે આવે છે,રામજીના વિમાનને જોતાં ભરતજીને અતિશય આનંદ થયો છે.વિમાનમાંથી ભગવાન ઉતર્યા અને ભરતજીને ઉઠાવીને આલિંગન આપ્યું છે. રામ અને ભરત જયારે મળ્યા ત્યારે લોકોને ખબર પડતી નથી કે આમાં રામ કોણ અને ભરત કોણ ? બંનેના