ભાગવત રહસ્ય - 227

  • 242
  • 82

ભાગવત રહસ્ય - ૨૨૭   તે પછી,વાનર સેનાએ સમુદ્ર ઉપર પથ્થરનો પુલ બાંધ્યો છે.પથ્થર પર રામનામ લખવાથી પથ્થર તરે છે. રામનામથી જડ પથ્થર તરે છે-તો મનુષ્ય શું ના તરે? વિશ્વાસ રાખી રામનામનો જપ કરવાથી મનુષ્ય સંસાર-સાગરને તરે છે.કલિકાળમાં રામનામના જપ સિવાય સંસાર-સાગર તરવાનો-બીજો કોઈ ઉપાય નથી.   રઘુનાથજીએ લંકામાં પ્રવેશ કર્યો છે.અનેક રાક્ષસોને માર્યા છે. ઇન્દ્રજીત અને લક્ષ્મણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. લક્ષ્મણ “ઇન્દ્રિયજીત” છે.જે ઇન્દ્રિયજીત (લક્ષ્મણ) છે તે ઇન્દ્ર કરતા પણ મોટો છે,”ઇન્દ્રજીત” ને પણ તે મારી શકે છે.લક્ષ્મણે ઇન્દ્રજીતનું માથું કાપ્યું છે. ઇન્દ્રજીતનો હાથ, સુલોચના (ઇન્દ્રજીતની પત્ની)ના આંગણામાં આવ્યો અને તે હાથે લખી આપ્યું કે- લક્ષ્મણ સાથે લડતાં