રવજી અને સવજીએ કરેણના ફૂલોની માળાઓ વડે ટ્રેક્ટર શણગાર્યું હતું. ડ્રાઈવર સીટની પાછળ આસન બનાવીને બાબાને બિરાજમાન કરવામાં આવ્યો હતો. આગળ ઢોલ નગારા અને શરણાઈવાળા સુરીલા સાજ બજાવતા હતા. પાછળ રવજી સવજીના કુટુંબની સ્ત્રીઓ ભગવાનના ગીતો ગાતી હતી. એ સ્ત્રીઓ પાછળ અડધા ગામના લોકો ચાલી રહ્યા હતા. પાદરમાંથી બાબાના સામૈયાનું આ સરઘસ ગામની મુખ્ય બજારે નીકળ્યું હતું. ના છૂટકે તખુભા, હુકમચંદ અને બીજા લોકો પણ સરઘસમાં જોડાયા હતા. પાદરેથી પંચાયત સુધી આ રસાલો લાવવાનો હતો. ભાભા છાતી કાઢીને સૌથી આગળ ચાલી રહ્યા હતા. બાબાની ના હોવા છતાં ભાભાના કહેવાથી રવજી સવજીએ બાબાનું ભવ્ય સ્વાગત કરવાનું મહાપુણ્ય કમાઈ લેવાનું નક્કી કર્યું હતું. ચંચો,