મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 5

  • 378
  • 148

સાંજે ચાર વાગ્યા પછી (રોંઢે) બાબો ટેમુનું એઇટી લઈ એની દુકાન તરફ જતો હતો. બરાબર એ વખતે ચંચો અને ઓધો ટેમુને હુકમચંદ પાસે લઈ જવા જઈ રહ્યા હતા. બાબાએ ચંચાને પાછળથી ઓળખી લોધો. પણ ઓધો બહુ સંપર્કમાં આવ્યો નહોતો એટલે એ ઓળખાયો નહિ.બાબાએ એઇટીનું હોર્ન વગાડ્યું.એઇટી જેમણે ચલાવ્યું હશે એ લોકોને ખ્યાલ જ હશે કે સ્કુટરની કક્ષા કરતા પણ એ નીચી કક્ષાનું મોપેડ આવતું. એટલે હોર્ન પણ એ મુજબનો સાવ ધીમો વાગતો. ટીડીડીડીઈ ઈ ઈટ...ટીટ.. એટલો અવાજ તો માંડ એના હોર્નના ગળામાંથી નીકળતો. ગામડામાં એ હોર્ન વાગે કે ન વાગે, કોઈ ફરક પડતો નહિ. એટલે ટેમુએ એના એઇટીમાં એક્સ્ટ્રા હોર્ન