મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 4

જાદવાએ બાબાનું અસલી રૂપ જોયું. અત્યારસુધી નીકળી રહેલા વિનંતીના સુર એકદમ આક્રમક બની ગયા. બાબો ક્યારનો જાદવભાઈ જાદવભાઈ કરતો હતો પણ જાદવો એવા માનને લાયક હતો નહિ. શિષ્ટ ભાષાથી ટેવાયેલો નહોતો એટલે બાબા સાથે દલીલબાજીમાં ઉતર્યો. બાબાએ એને ગુંચવ્યો એટલે એણે મગજ ગુમાવ્યો હતો. બાબો પણ અસલ રૂપમાં પ્રગટ થયો હતો."તારી જાતના જાદવા..ક્યારનો સમજાવું છું તોય સમજતો નથી. તારે જાણવું જ છે ને? તો લે કહી દઉં કે તારા બાપનું છોલાવવા હું એ ખેતરમાં ગયો હતો. જા તારે જ્યાં ડૂચા મારવા હોય ત્યાં મારી દેજે. તારી વાત ગામમાં કોઈ માનશે તો ને! જા હાળા હાલતીનો થઈ જા.."બાબાએ જાદવાને ધક્કો મારીને ઘરની